દિલ્હી-

રાજસ્થાનનું રાજકીય યુધ્ધ તો શાંત થઈ ગયું છે પરંતુ તેના મુખ્ય પાત્ર એટલે કે સચિન પાયલોટ વિશે હજી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ નથી. સચિન પાયલોટને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે,પરંતુ કોંગ્રેસના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ કે રાહુલ ગાંધી હજી પણ કોંગ્રેસના દરવાજા પાયલોટ માટે ખુલ્લા રાખવા માગે છે. આ અગાઉ સચિન પાયલોટે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. ગાંધી પરિવારની સામે તેમના કેરેક્ટરને બગાડવાનો પ્રયાસ થઈ રહ્યા છે.

કોંગ્રેસના સૂત્રોએ એ પણ માહિતી આપી છે કે પાર્ટીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને તેમના પૂર્વ ડેપ્યુટી સીએમ વિરુદ્ધ સ્વાભાવને નરમ કરવા કહ્યું છે. અગાઉ અશોક ગેહલોતે કહ્યું હતું કે તેમની પાસે પુરાવા છે કે સચિન પાયલોટ ભાજપ સાથે તેમની સરકાર તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.