હાશ! શ્વેતનગરીની પાલિકામાંથી કાળી ટીલીઓ હટી!
05, માર્ચ 2021

છેલ્લા દશકથી આણંદ પાલિકામાં એકહથ્થુ શાસન કરનારાંના ચોકા હટાવી દેવાતાં નગરમાં ચર્ચા શરૂ થઈ છે. છેલ્લી બે ટર્મથી ખુરશી પર ચીપકેલાં શાસકોને પાર્ટીએ જ દરવાજાે દેખાડી દેતાં આખરે પાલિકાના પ્રવેશ સ્થળે જ અડિંગો જમાવી અધિકારીઓથી લઈને કર્મચારીઓ પર રૂઆબ છાંટતાં નેતાઓના ચોકાઓને હટાવી દેવામાં આવ્યાં હતાં. હવે જાણે પાલિકા પવિત્ર થઈ હોય તેવું દૃશ્ય આજે જાેવાં મળ્યું હતું. રૂઆબ છાંટનારાંઓના ચોકા હટી જતાં આ વાત પાલિકા સંકુલમાં ચર્ચાની એરણ પર હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution