ગાંધીનગર-

ગુજરાત બહારના રાજયમાંથી ધો.10 પાસ કરનારા વિદ્યાર્થીઓને રાજય સરકારે રાહત આપી છે. આ વિદ્યાર્થીઓને પણ મેડીકલ પ્રવેશ માટે છુટ્ટ આપવામાં આવી છે. આ અંગેનું જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. ગુજરાત સિવાયના રાજયમાંથી ધો.10ની પરીક્ષા ઉતીર્ણ કરનારા વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશને લાયક ન ગણવાનો મુદો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાતમાંથી પરીક્ષા પાસ કરનારને જ મેડીકલમાં પ્રવેશ આપવાનો સરકારે અગાઉ કાયદો ઘડયો હતો. ગુજરાત હાઈકોર્ટે કાયદો રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. પરંતુ સરકારને વિચારણા કરવા સૂચવ્યુ હતું. હવે રાજય સરકારે કાયદામાં સુધારો કરતા સેંકડો વિદ્યાર્થીઓને રાહત મળવામાં સંજોગો સર્જાયા છે.