અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશના શિક્ષકોએ આજે પેન્શન યોજના ચાલુ રાખવા માટે થઈ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. શિક્ષકોએ રજૂઆત કરી છે કે જૂની પેન્શન યોજના ચાલુ રાખવામા આવે. જો ભરતી જૂની પ્રક્રિયા મુજબ થઈ હોય તો પેન્શન પણ જૂની પ્રક્રિયા મુજબ કરવામાં આવે. જે શિક્ષકોની નિમણૂક 1 એપ્રિલ 2005માં કરવામાં આવી હોય તેમણે જૂની પેન્શન યોજના મુજબ પેન્શન મળવું જોઈએ. જોકે નવા નિયમ મુજબ આ યોજના બંધ કરી દેવામાં આવી છે જેને લઈને આજે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

કોરોનાકાળમાં પેરામેડિકલ સ્ટાફની સાથે સાથે શિક્ષકોને પણ અલગ અલગ પ્રકારની ફરજ પર આપવામાં આવી હતી જેમાં એ એમ સી ના શિક્ષકોને સર્વે, ડેટા વગેરેનું કામ તેને આપવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં તેમણે વેતન ચૂકવામાં આવ્યું હતું અને ફરી તેમણે વેતન નહીં આપવામાં આવતા તમને માંગણી કરવામાં આવી છે. હાઈકોર્ટે અરજદારની અરજી સાંભળી હતી જોકે આ બાબતે વધુ સુનાવણી આગામી સમયમાં કરવામાં આવશે.