અમદાવાદ-

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલની આગેવાની હેઠળ સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું મફત વિતરણ કર્યું હતું આ મુદ્દે રાજકારણ ગરમાયું અને કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે નોટિસ ફટકારીને સી.આર.પાટીલ, રાજ્ય સરકાર અને ડ્રગ્સ કમિશનર પાસેથી આ મામલે આગામી સુનાવણીમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતા પરેશ ધનાણીએ કરેલી અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, આ રીતે ઇન્જેક્શન ખરીદવા મર્યાદામાં નથી અને તેના માટે ફાર્મસી એક્ટ હેઠળ લાયસન્સ જરૂરી છે. આ સાથે જ સીએમ ,હર્ષ સંઘવી અને સી આર પાટીલની નિવેદનોની સીડી પણ કોર્ટમાં રજુ કરાઇ હતી. સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેક્શનનું વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.