03, એપ્રીલ 2024
વડોદરા, તા.૩
સમગ્ર રાજ્ય તથા શહેર જિલ્લો હવામાન અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળા સાથે સાથે સ્વાઇન ફ્લુ અને કોરોના જેવા ગંભીર રોગ થી પ્રભાવિત થઈ રહ્યો છે. એટલું જ નહીં કેટલાક શહેરોમાં સ્વાઈન ફ્લૂના ના કહેશો ચિંતાજનક સામે આવી રહ્યા છે. જે સ્થિતિને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સ્વાઈન ફ્લૂનો રોગચાળો વધુ વકરે એ પહેલા જ તેના નિયંત્રણ હેઠળ તથા અટકાયતી પગલાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં ૧૧ મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. જે મુદ્દાઓનું પાલન શહેર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કડક પણે અમલ કરવા ની સૂચના આપવામાં આવી છે. જનતાએ તેમજ સારવાર કરતા હોસ્પિટલો તેમજ દવાખાનાના વહીવટી તંત્રએ કેવા પ્રકારની તકેદારી રાખવી તે અંગેની સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં મહત્વના મુદ્દા પૈકી પ્રથમ મુદ્દો સિઝનલ ફ્લૂ રોગના ફેલાવવા અંગે ઝીણવટ ભરી તકેદારી રાખવી અને જિલ્લા આરોગ્યતંત્ર એ રોગચાળાને પહોંચી વળવા સતર્ક રહેવું, દર્દીઓનું એ બી અને સી કેટેગરી મુજબ વર્ગીકરણ કરવું તેમજ તે બાદ જરૂરિયાત મુજબ દર્દીના સેમ્પલ તપાસ અર્થે મોકલાય તે સુનિશ્ચિત કરવું, તમામ સિવિલ હોસ્પિટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેસન જરૂરી દવાઓ વેન્ટિલેટર્સ અને માસ્ક નો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવો અને આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા તમામ સ્ટાફને સિઝનલ ફ્લુ અંગેની તાલીમ આપવી, સ્વાઈન ફ્લૂની સંભવિત પરિસ્થિતિને અનુલક્ષી જરૂરી દવાઓ એસોલ્ટામાવીર, પી પી ઇ કીટ અને ૯૫ ત્રીપલ લેયર માસ્ક વગેરે જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જથ્થામાંથી તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ ખાતે પહોંચતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવો, સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં સિઝનલ ફલયુ ના દર્દીઓની સારવાર કરતા આઈસીયુ ના સ્ટાફ અને તબીબ ને વેન્ટિલેટર તેમજ ક્રિટિકલ કેર ની તાલીમ આપવી, સીઝનલ ફ્લુના અટકાયત અને નિયંત્રણ માટે જનજાગૃતિ ફેલાય તે માટે લોકોએ શું કરવું, શું ન કરવું, બાબતની પત્રિકાઓ નું બહોળો પ્રમાણમાં વિતરણ કરવું અને પ્રચાર પ્રસાર કરવો, તેમજ પ્રજાજનોને ઋતુ બદલાવ સાથે સિઝનલ ફ્લૂની સંભવિત પરિસ્થિતિ સામે ભયભીત થવાની કોઈ કારણ નથી ભીડભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું, ખાંસી કે છીંક ખાતી વખતે નાક અને મોં ઉપર આડો રૂમાલ રાખો, વારંવાર હાથ ધોવા જેવી સામાન્ય સાવ છે જેઓ રાખવી તેમજ યોગ્ય સારવાર કરાવી વગેરે બાબતોનો ધ્યાન રાખવા માટેની રાજ્ય સરકાર તરફથી સૂચન કરવામાં આવ્યું છે.