આંધ્રપ્રદેશ,

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિજયવાડામાં ૧૦૮૮ એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. જેના દ્વારા રાજ્યના દરે ભાગ સુધી હેલ્થ ઈમરજન્સી સર્વિસ પહોંચી શકશે. બેન્જ સર્કલથી રાઘવૈયા પાર્ક સુધી એમ્બ્યુલન્સ પાર્ક કરાઈ છે. મુખ્યમંત્રી તેને લીલી ઝંડી બતાવી દીધી છે. ત્યારબાદ આ એમ્બ્યુલન્સ નક્કી કરાયેલા જીલ્લા અને મંડળો માટે રવાના થઈ છે.આ એમ્બ્યુલન્સ નેશનલ ઈમરજન્સી સર્વિસ ૧૦૮ અને રાજ્ય હેલ્થ સર્વિસ ૧૦૪ નંબર વાળી છે. પ્રોગ્રામના કવરેજ માટે પાંચ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.બેન્જ સર્કલથી રાઘવૈયા પાર્ક વચ્ચે ૧૦૮૮ એમ્બ્યુલન્સ પાર્ક કરવા માટે ચાર લાઈન બનાવાઈ છે. દરેક એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર હાજર છે. મુખ્યમંત્રી તેને લીલી ઝંડી દેખાડશે. ત્યારબાદ તે સ્ટેજ સામેથી પસાર થઈને ૧૩ જિલ્લા અને મંડળ માટે રવાના થઈ જશે. કાર્યક્રમ માટે રોડ મેપ પહેલાથી જ આપી દેવાયો છે.આ એમ્બ્યુલન્સ વાયએસઆર આરોગ્યશ્રી કાર્યક્રમ હેઠળ લોન્ચ કરાઈ રહી છે.

૧૦૮ નંબર વાળી ૪૧૨ અને ૧૦૪ નંબર વાળી ૨૮૨ એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. આ ઉપરાંત ૨૬ નિયો નેટલ કેર એમ્બ્યુલન્સ(નવજાત બાળકોની સારવાર માટે) પણ છે. રાજ્યમાં કુલ ૧૩ જિલ્લા છે.દરેક મંડળને એક એમ્બ્યુલન્સ મળશે. દરેક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલેન્ડર, મિની વેન્ટીલેટર, ઈન્ફ્યૂઝન પમ્પ, સિરિંજ પમ્પ અને મોર્ડન સ્ટ્રેચર છે. ઈમરજન્સીમાં અહીંયા મેટરનિટી સુવિધા પણ મળશે. એટલે કે પ્રેગનેન્ટ મહિલાઓની ડિલેવરી કરાવી શકાશે.