વલસાડ, છેલ્લા દસ મહિના થી લોકો કોરોના ની દહેશત માં જીવી રહ્યા છે લોકો માં આર્થિક તંગી સર્જાઈ છે.જેમતેમ કરી ને કોરોના કાળ માં લોકો નું જીવન સામાન્ય બની રહ્યું હતું કે કમોસમી વરસાદે બાજી બગડી દીધું છે ખેડૂતો સહિત ઇન્ટ ના ભઠ્ઠા સંચાલકો ને આ કમોસમી વરસાદ ની ભારે અસર થઈ છે   

ખેડૂતો ના વેંગણ ,ટામેટું, મરચું, ફ્લાવર,તેમજ ડાંગર નો પાક ને કમોસમી વરસાદ ને કારણે બગાડો થયો છે ગઈ કાલ થી સતત ધીરે ધીરે પડતા વરસાદ ને કારણે રસ્તાઓ કાદવ કીચડ વાળા બન્યા છે કમોસમી વરસાદ ને કારણે લોકો ત્રાસી ગયા છે ઇન્ટ ના ભઠ્ઠાઓ પાણી થી તરબોળ થયા છે.કેટલાક ઈંટ ના ભઠ્ઠા પર નિર્માણ થયેલ કાચી ઈંટો પર પાણી ફરી વળતા ઈંટો કાદવ માં ફેરવાઈ ગઈ હતી. ખેરગામ તાલુકા ના રોઝવણી ગામે ઈંટ ના ભઠ્ઠા ચલાવતા ગોવિંદભાઇ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે આ કમોસમી વરસાદ ને કારણે અનેક ભઠ્ઠા સંચાલકો નું ભારે નુંકશન થયું છે ગોવિંદભાઇ ના જણાવ્યા પ્રમાણે તેમના ભઠ્ઠા પર આશરે બે લાખ જેટલી કાચી ઈંટ વરસાદી પાણી માં ભીંજાઈ જતા બગડી ગઈ છે.અને લાખો નું નુકસાન થયું છે.

કોરોના ના સમય માં પાયમાલ થઈ ગયેલ ઇન્ટ ના સંચાલકો એ લોકડાઉન ની શરતી છૂટછાટ માં કાયદા ને અનુસરી જેમતેમ કરી લાખો રૂપિયા ની મૂડી લગાડી ભઠ્ઠા શરૂ કર્યા હતા ત્યાં વળી કમોસમી વરસાદે ભઠ્ઠા સંચાલકો ને ભારે નુકશાન માં મૂકી દીધા છે. આ નુકશાની ને કારણે અનેક ભઠ્ઠા સંચાલકો દેવાદાર બની ગયા છે. સરકાર લાખો ના નુકશાન પામેલ ભઠ્ઠા સંચાલકો ને વળતર આપી મદદ કરે એવી તેમની માંગ ઉઠી છે. માવઠાંમાં જે પણ નુકસાન ગયું હોય તેની ભરપાઇ કરવા વેપારીઓએ માંગ કરી હતી.