ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન
14, માર્ચ 2021

દાહોદ, દાહોદ તાલુકાના મુવાલીયા સિંચાઈ ડેમની કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતા ખેતરમાં તૈયાર પાક તેમજ અન્ય પાકને ભારે નુકસાન થવા પામ્યું છે જાણવા મળ્યા મુજબ આ ગાબડાંથી છેલ્લા બે દિવસથી પાણી સતત વધી રહ્યું છે અને સંલગ્ન તંત્રના જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા હજી સુધી આ ગામડાનું સમારકામ કરવામાં આવ્યું નથી તથા ગામડું પણ બંધ કરવામાં આવ્યું નથી. છેલ્લા બે દિવસથી દાહોદ તાલુકાના મુવાલીયા ગામે આવેલ સિંચાઇ માટેની મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતાં કેનાલ કાંઠાના ખેતરોમાં ના ઘઉંના ઉભા પાકમાં કેનાલના પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે કેનાલમાં પડેલા ગાબડા ને કારણે કેનાલના પાણી પાંચથી સાત એકરમાં ફરી વળતા પાકને ના ભારે નુકસાન થવા પામ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે આટલું મોટું નુકસાન કોણ ભરપાઇ કરશે? દર સીઝનમાં આવું થાય છે કામ વગર કેનાલ ચાલુ ને ચાલુ જ રહે છે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે કેનાલમાંથી પાણી છોડવામાં આવતું નથી લાગતા વળગતા અધિકારીઓ સહિત કર્મચારીઓને રજૂઆત કર્યા છતાં એ હજી સુધી આ કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું નથી અહીંના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ચોમાસા ની ખેતી પણ નિષ્ફળ ગઈ ત્યાર બાદ ચાર મહિના દરમિયાન જેથી કામોમાં જે મહેનત કરી હતી તે મહેનત કેનાલમાં ગાબડું પડતાં ગામડામાંથી ખેતરમાં ફરી વળેલા પાણી ને કારણે માથે પડી છે અને ખેતીને ભારે નુકસાન થયું છે અમારા પ્રતિનિધિ સાથેની વાતચીતમાં મુવાલીયા સિંચાઇના મદદનીશ ઇજનેર જેએન પરમારે આ મુદ્દે જણાવ્યું હતું કે આ ગામડા ની વાત ત્યાંના ચોકીદારો દ્વારા જાણવા મળી હતી અને તાત્કાલિક ચોકીદાર દ્વારા કેનાલ નો ગેટ બંધ કરાવી દેવામાં આવ્યો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution