ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જાેર જાેવા મળ્યું. છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૯ તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામ ૫ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે સુરતના કામરેજમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અને નવસારીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના કપરાડા અને વડોદરાના પાદરામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે ઇંચ કરતાં વધુ વરસાદ પડયો. ૩૨ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યમાં ૧૮ તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં અડધો ઇંચ કરતા વધારે વરસાદ થયો.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી રાજ્યના ૧૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૧૫ મિમિ પડ્યો છે. જ્યારે સુરતના ઓલપાડમાં ૯ મિમિ, મહીસાગરના કડાણામાં ૭ મિમિ, બારડોલીમાં ૬ મિમિ, મહેસાણાના વિસનગર અને વલસાડના પારડીમાં ૫-૫ મિમિ વરસાદ નોંધાયો છે. રવિવારે રાત્રિથી લઇને બુધવાર સુધી આગામી ૩ દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે. ૧૨ જુલાઈએ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રાજ્યના ૧૭૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં પડ્યો હતો. જ્યારે સુરતના કામરેજ અને ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.

ઉપરાંત નવસારી, વલસાડના કપરાડા, વડોદરાના પાદરા, નવસારીના જલાલપોર, મહેસાણા, ભાવનગરના વલ્લભીપુર, વલસાડના વાપી, ખેડાના વસો અને સુરતના માંગરળોમાં ૨-૨ ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને પોશીના, તાપીના વાલોડ, સુરતના પાલસણા, ગણદેવી અને સુરત શહેર, ખેડાના માતર અને ખેડા, ભરૂચના હાંસોટ અને ભરૂચ, પંચમહાલના ગોધરા, મહેસાણાના જાેટાણા, ભાવનગરના ઉમરાળામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં મોન્સૂન ટ્રફ (લો-પ્રેશરની પટ્ટી)ને લીધે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, જેને પગલે આગામી ૩ દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મોન્સૂન ટ્રફ(લો-પ્રેશરની પટ્ટી) બનતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે, જેથી આગામી ૩ દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શકયતા છે.