ગાંધીનગર-

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. જોકે આ ભારે વરસાદને પગલે દરિયો ખે઼ડવા જતા અને કિનારે રહેતા માછીમારોને દરિયા ના ખેડવાની સુચના આપવામાં આવી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 9મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતાં રાજ્યના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સિઝનનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં છે. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો છે.