ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી: આ વિસ્તારમાં પડી શકે છે ધોધમાર વરસાદ
21, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

હવામાન વિભાગના મતે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત-ડાંગ- નવસારી, તાપી, મંગળવારે ડાંગ-તાપી, ગુરુવારે છોટા ઉદ્દેપુર, પંચમહાલ, દાહોદ, શુક્રવારે દાહોદ-પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આજથી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જો કે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં હવે વરસાદની સંભાવના નથી અને આગામી દિવસોમાં બફારાનું પ્રમાણ વધી શકે છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં 9.84 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી. 15 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ, 125 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ, 111 તાલુકામાં 19.72 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લે કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરના સરખેજ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીના માત્ર એક કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં થોડા સમય માટે આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution