ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
04, ઓગ્સ્ટ 2020

દિલ્હી -

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે. જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે.

ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે વરસાદથી વાતાવરણ સુંદર બની ગયું છે. વરસાદના કારણે લોકોને ગરમીથી કેટલીક રાહત મળી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution