ગુજરાતમાં ભારે વરસાદથી ખેતરમાં ઉભા પાકને નુકસાન, ખેડૂતો ચિંતિત
01, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

સૌરાષ્ટ3માં ભારે વરસાદને કારણે બાજરી અને તલના પાકને વ્યાપક નુકસાન થયુ છે, તો કપાસ અને મગફળીની ઉત્પાદકતા પણ પ્રભાવિત થવાની ચિંતા વ્યક્ત કરાઇ છે. સરકારીઅધિકારીઓએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ વરસ્યો છે જેના લીધે ખરીફ પાકને મોટું નુકસાન થવાની આશંકા છે.

ડાંગર અને મકાઈ બાદ બાજરો આ ખરીફ સીઝનમાં ત્રીજો સૌથી મોટો અનાજ પાક છે. ખેડૂતોએ આ પાકનું વાવેતર કુલ 1.18 લાખ હેક્ટર (એલએચ) કર્યું છે જે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશના 133 ટકા છે. કુલ 1.82 લાખ હેક્ટરમાંથી સૌરાષ્ટ્રમાં 29,500 હેક્ટરમાં વાવેતર થયુ છે. તેવી જ રીતે તલનુ કુલ 1.46 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયુ છે જેમાંથી 27,900 હેક્ટર વિસ્તાર સૌરાષ્ટ્રમાં છે. 

સૌરાષ્ટ્રના બે મોટા રોકડીયા પાક મગફળી અને કપાસ પણ જોખમનો સામનો કરી રહ્યા છે. 'મગફળીનો પાક પેગિંગ અને સિંગની રચનાના તબક્કામાં છે અને કેટલાક અંશે ભીના હવામાનનો સામનો કરી શકે છે.પરંતુ સતત ભીના હવામાનને લીધે સિંગો સડવા લાગશે.કપાસનો પાક ફ્લાવરિંગના તબક્કામાં છે અને સતત વરસાદના કારણે ડિંડવા નીચે પડી શકે શકે છે 

રાજ્યના ખેડુતોએ વિક્રમી 20.63 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યુ છે જે સરેરાશના 134 ટકા છે, જેમાં સૌરાષ્ટ્રની હિસ્સેદારી 16.58 ટકા છે. આ વર્ષે કપાસનું વાવેતર 22.76 લાખ હેક્ટરમાં થયુ છે,જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 15.35 લાખ હેક્ટરમાં કપાસની વાવણી થઇ છે. સૌરાષ્ટ્રમાં સતત બે સપ્તાહથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. લગભગ તમામ જિલ્લાઓમાં સરેરાશ 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution