અમદાવાદ-

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દીવ, દમણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ બાબતે હવામાન વિભાગે આગાહી કરી છે.

આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી દેવામાં આવી છે.