મહારાષ્ટ્રના જલગાંવ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થતા એકનું મોત અને મહિલા પાયલટ ઘાયલ
16, જુલાઈ 2021

મુંબઈ-

મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ચોપડા તાલુકાના વર્ડી શિવરાત વન ક્ષેત્રમાં શુક્રવારના રોજ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ગામથી દૂર એક ખેતરમાં હેલિકોપ્ટર ક્રેશ થઇને નીચે પડ્યું છે. જેમાં મળતી જાણકારી અનુસાર એકનું મોત પણ થયું છે.આ દુર્ઘટના પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'NMIMS એકેડમી ઓફ એવિએશન, મહારાષ્ટ્ર સાથે સંબંધિત એક પ્રશિક્ષણ વિમાનની દુ:ખદ દુર્ઘટના વિશે સાંભળીને હું સ્તબ્ધ છું. ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી દેવાઇ છે.' વધુમાં જણાવ્યું કે, 'દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે કે આપણે ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટરને ગુમાવી દીધા છે અને ટ્રેની મહિલા પાયલટ ઘાયલ થઇ છે. શોક સાથે મારી તેમના પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના પ્રગટ કરું છે અને ટ્રેની પાયલટ જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના.'

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution