સુરત-

રાજ્યમાં અવાન નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ માણસને પહેલી નજરે સાંભળીને ખિન્ન આવી શકે તેવી એક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિ.માં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ થયું છે. બીજી બાજુ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ સિવિલ હોસ્પિ.ના સર્વન્ટ ઉપર અનેક આરોપ લગાવ્યા છે. તેણે જણાવ્યું છે કે સર્વેન્ટે પરિણીતાને ખોવાયેલ મોબાઈલ, રોકડ રકમ પરત આપવાની લાલચ આપી હતી. દુષ્કર્મ બાદ સર્વન્ટ ફરાર થતા ફરિયાદ નોંધાવી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક સર્વન્ટે બળાત્કાર ગુજાર્યો હોવાનું એક મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. પતિ એચઆઇવી દર્દી હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી પતિની સેવા કરનારી પત્ની આજે દુષ્કર્મનો ભોગ બની ગઈ છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતની નવી હોસ્પિટલમાં દાખલ એક દર્દીની પત્નીને મોબાઈલ અને રોકડ આપવાની લાલચ આપી વોર્ડના દાદરામાં લઈ જઈ દુષ્કર્મ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ મહિલા પોતાની આપવીતિ જણાવવા નવી સિવિલ હોસ્પિટલમાં ચોંકીએ પહોંચી હતી. નવી સિવિલ હોસ્પિટલના જે વોર્ડમાં સારવાર લઇ રહેલા એચઆઇવી ગ્રસ્ત દર્દીની ૨૫ વર્ષીય પતિનો મોબાઇલ ફોન ચોરાય ગયો હતો.

નવી હોસ્પિટલના વોર્ડમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા યુવકે દર્દીની પત્નીને મળીને તેના મોબાઇલ ફોન અને રોકડ રકમ આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તેને મહિલા સાથે વાતચીત કરીને શુક્રવારે રાતે ૧૧ કલાર્ક વોર્ડના દાદરામાં અંધારામાં લઇ જઇને તેણી સાથે શારિરીક સબંધ બાધ્યો હતો. એ પછી સર્વન્ટે મોબાઇલ ફોન કે રોકડ આપ્યા વિના ભાગી છુટયો હતો.
મહિલાએ પોલીસ ફરીયાદ કરવા હોસ્પિટલમાં આમતેમ દોડધામ કરી હતી. એ પછી હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા ગઇ હતી. જ્યાંથી પોલીસ મથકે જવા સુચન કરાયુ હતુ. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્વન્ટે દર્દીની પત્ની સાથે કરેલા દુષ્કર્મના કારણે ભારે હોબાળો મચી ગયી છે. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા ઊભી થઇ છે.