અમદાવાદ-

અમદાવાદ ફૂડ વિભાગ દ્વારા આજે અમદાવાદના કેટલાક વિભાગોમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા જેમાં. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વાર ખાદ્ય પદાર્થની ગુણવત્તા ની ચકાસણી કરવામાં આવી હતી. અલગ અલગ ઝોનમાં ચકાસણી હાથ ધરી હતી જેમાં ફરાળી ચેવડાના 14 સેમ્પલ, મોરૈયાના 9 સેમ્પલ, અલગ અલગ ફરાળી લોટના 12, ફરાળી બિસ્કિટ, ભગર , વેફર્સ અને બફાવડાના 10 , ખાદ્યતેલના 5 અને વસ્તુઓના 55 નમૂના લીધા હતા એમ મળીને કુલ 105 નમૂના લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત 12 ખાદ્ય પદાર્થના નમૂના લઈને લેબોરેટરીમાં ચેકીંગ માટે આપવામાં આવ્યા હતા. જેમાં 10 ને નોટિસ આપવામાં આવી છે. 27 કિલો ખાદ્ય પદાર્થનો સમાન નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ફરાળી પાત્રા, કાજુકતરી, સાબુદાણા ની ખીચડી, ચોકલેટ બરફી, દુધનો હલવો, અલગ અલગ ખજા, ફરાળી મીઠો ચેવડો, ફૂલવડી અને ફરાળી ભાખરીવડી મળીને કુલ 14 નમૂના લેવામાં આવ્યા છે જેના સેમ્પલ રિપોર્ટ હજી બાકી . ફૂડ ડિપાર્ટમેન્ટ શ્રાવણમહિનાના અંત સુધીમાં સેમ્પલ લીધા ગત અઠવાડિયે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ પણ કોઈ સેમ્પલ લેવામાં આવ્યા નહોતા. આખરે મોડા મોડા જાગેલા ફૂડ ડિપાર્ટમેન્ટએ નમૂના લીધા છે પરંતુ પરિણામ બાકી છે. જોકે રક્ષાબંધનના તહેવારોમાં હજારો કિલો મીઠાઈ અમદાવાદ વાસીઓ આરોગી ગયા બાદ જનતાની ચિંતા ડિપાર્ટમેન્ટએ કરી છે.