અમદાવાદ-

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોર્પોરેશન ઘ્વારા આજે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં અમદાવાદવાસીઓ ને કોર્પોરેશન ફ્રીમાં વૃક્ષો ઉપલબ્ધ કરાવશે . આજના દિવસે અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધારવાનો અમદાવાદ માનપાનો લક્ષાંક છે જેને લઈને અમદાવાદ કોર્પોરેશન 25 થી 30 સપ્ટેમ્બર સુધી કોર્પોરેશનનો સેવા મોબાઈલ એપ્લિકેશન ઘ્વારા રજિસ્ટ્રેશન કરી અને ઘરમાં ઓફિસમાં કે સોસાયટીમાં વૃક્ષારોપણ કરાવી શકશે. આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરી અને કોઈ પણ વૃક્ષની જાત અને તેની કેટેગરી આ ત્યારબાદ તે જગ્યા પર વૃક્ષારોપણ કારવાનું હોય તે સ્થળ નક્કી કરી અને મેસેજ મોકલી શકાય છે જેથી તમને નિઃશુલ્ક આ વૃક્ષો મળી રહે છે જેમાં કોર્પોરેશન ઘ્વારા લીમડો વડ પીપળો ગુલમહોર જેવા છોડ અને 20 બીજી અલગ અલગ જાતિના છોડ કોર્પોરેશન ઘરે પહોંચાડી જશે