ભુજ-

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના વાયરસે ભારે કહેર મચાવ્યો છે અને દેશભરના લોકોની કમર તોડી નાખી છે. આ સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આસામને પહોંચી ગયા છે, ત્યારે હવે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને જીવનનિર્વાહ કરવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે આ કોરોના કાળમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.

હકીકતમાં, કચ્છના ભચાઉના વોન્ધ ગામ નજીક એક ખાંડ ભરેલા ડમ્પર ચાલકે દારૂના નશામાં ખાંડ ખુલ્લામેદાનમાં ઠાલવી દેતા લોકોએ ખાંડ માટે પડાપડી કરી હતી. જો કે ટેમ્પા ચાલકે આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કોરોના કાળમાં પહેલેથી જ પ્રજા બેહાલ બની ચુકી છે, જ્યાં હવે મોંઘવારીએ માઝા મુકી છે અને ગરીબ તથા મધ્યમવર્ગ માટે જીવન નિર્વહન મુશ્કેલ બન્યું છે, ત્યારે ખાંડ ભરતા લોકોએ મોંઘવારીમાં દારૂના નશામાં ચુર ડ્રાઇવર દેવદુત સમાન લાગ્યો હશે, કારણ કે નશામ ધુત એક ટેમ્પો ચાલક પોતાનું ખાંડ ભરેલુ ડમ્પર મેદાનમાં ઠાલવીને જતો રહ્યો હતો.