નાસ્તા માટે આ છે હેલ્ધી સ્નેક્સ:ઘરે સરળ રીતે થશે તૈયાર
29, જુન 2020

ઘરે જ તમે દેશી ચણાની મદદથી એક હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો. આ નાસ્તા માટે તમારે ખાસ તૈયારી કરવાની જરૂર નથી. તમે થોડી ચીજોની મદદથી આ હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકશો. ફટાફટ બની જતા આ નાસ્તાના અનેક ફાયદા છે. તો તમે પણ કરી લો તૈયારી અને રહો ફિટ.

ચણા ચાટ 

સામગ્રી :

બે વાટકી બાફેલા દેશી ચણા ,બે ચમચા કાંદાનું છીણ,બે ચમચી આદુનું છીણ ,બે ચમચી ચણા ચાટ મસાલો ,એક વાટકી ગળી ચટણી ,મીઠું પ્રમાણસર,બે ચમચી લીંબુનો રસ ,બે ચમચા કોથમીર ,એક ચમચી લીલા મરચાના પીસ,એક ચમચી તેલ , થોડી ઝીણી સેવ

બનાવાની રીત : 

સૌ પ્રથમ ચણામાં મીઠું નાંખીને બાફી લો. એક વાસણમાં તેલ ગરમ કરીને કાંદા લીલા મરચાં, આદુનું છીણ સાંતળો. તેમાં ચણા નાંખો. બરોબર મિક્સ કરીને નીચે ઉતારો. તેમાં મીઠું-મરચું-લીંબુનો રસ, ચાટ મસાલો, કોથમીર મિક્સ કરો. ચણા ચાટ ઉપર પ્રમાણે તૈયાર છે. બાઉલમાં મસાલેદાર ચણા ભરો તેના પર ગળી ચટણી, સેવ-કોથમીર, ચાટ મસાલો નાંખીને સર્વ કરો.

 ચણા ખાવાથી થનાર લાભો:

મળશે તાકાત અને એનર્જી - પલાળેલા ચણા આપણાં શરીરને તાકાત આપવાનો સોર્સ છે. જો આપને નબળાઈ લાગે છે, તો તેને નિયમિત ખાવાથી આપનાં શરીરમાં ચમત્કારિક બદલાવો આવશે.

કબજિયાતમાંથી છુટકારો- ચણામાં ફાયબર હોય છે. તેને દરરોજ ખાવાથી આપનું ડાયજેશન સિસ્ટમ બરાબર રહે છે.

વધશે સ્પર્મ કાઉંટ- દરરોજ પલાળેલા ચણા સાથે જો આપ ખાંડ પણ ખાઓ છો, તો તે આપનાં સ્પર્મની સંખ્યાને વધારે છે.

વધશે ફર્ટિલિટી- દરરોજ મુટ્ઠી ભર પલાળેલા ચણા ખાવાથી શરીરમાં ફર્ટિલિટી વધે છે.

યૂરિન પ્રૉબ્લમ- જો આપને યૂરિનની સમસ્યા છે, તો તેનાં સેવનથી આપને આરામ મળશે. તે પાઇલ્સ માટે પણ અસરકારક છે.

હેલ્ધી સ્કિન-મીઠું નાંખ્યા વગર ચણા ચાવી-ચાવીને ખાવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ થાય છે. ખંજવાળ, રૅશેઝ જેવી સ્કિન પ્રૉબ્લમ દૂર થાય છે.

આપનું વજન વધશે-જો આપ પાતળા છો, તો પલાળેલા ચણા આપનાં શરીરમાં માંસ વધારવામાં મદદ કરે છે. દરરોજ સવારે એક મુટ્ઠી ચણા ખાઈ આપ પોતાનાં આરોગ્યમાં સુધારો કરી શકો છો


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution