હાઈકોર્ટે પતિને નોટીસ આપી કડક ભાષામાં પૂછ્યું 'કેમ પત્નીને છૂટાછેડા નથી આપતા'
16, માર્ચ 2021

અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને નોટિસ જાહેર કરતા પૂછ્યું કે ક્યા કારણોસર તેમણે હજુ સુધી પત્ની સાથે છૂટાછેડા લેવાની અરજી દાખલ નથી કરી. જે અંગે તેમણે કોર્ટ અને તેમની પત્ની બંનેને વાયદો કર્યો હતો. પત્નીએ હાઈકોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે પતિને નોટિસ આપતા કારણ જણાવવા કહ્યું હતું. પત્નીએ પોતાની અરજીમાં કોર્ટને કહ્યું હતું કે તેના પતિને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવા માટે આદેશ આપવામાં આવે અને કોર્ટની અવમાનના માટે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પત્નીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટે ૩ મહિના પહેલા તેને નિર્દેશ આપ્યા હતા છતા છૂટાછેડાની અપીલ ફાઇલ કરવામાં તેનો પતિ જાણીજાેઈને મોડું કરી રહ્યો છે અને કોર્ટના આદેશને અવગણી રહ્યો છે.

આ કિસ્સામાં કાયદાકીય કાર્યવાહી ત્યારે શરું થઈ જ્યારે લગ્નના ૩ જ વર્ષમાં ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન કપલ વચ્ચે વિવાદ વધતા સીએનો અભ્યાસ કરી રહેલી યુવતી તેના માતા-પિતાના ઘરે પરત ફરી ગઈ હતી. ત્યાર બાદ તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ અપહરણ સહિતના અનેક આરોપો સાથે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પતિએ નવેમ્બર ૨૦૨૦માં હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો જણાવ્યું હતું કે તેની પત્નીના માતા-પિતાએ તેને બળજબરીથી પોતાના ઘરમાં પકડી રાખી છે અને તેના વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરાવી છે. જાેકે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પતિ અને પત્ની બંનેને સાંભળ્યા હતા અને એવા નિષ્કર્ષ પર પહોંચી હતી કે તેમના સંબંધો એટલી હદે વણસી ગયા છે કે હવે તેમાં કોઈ જાેડાણ થઈ શકે નહીં. જે બાદ કોર્ટે મહિલાને સમજાવી હતી કે પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરે અને પતિને સમજાવ્યો હતો કે કપલ સહમતીથી છૂટાછેડાની અપીલ કરે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution