ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર હુમલા મામલે હાઈકોર્ટનો પોલીસને આદેશ
09, નવેમ્બર 2023

અમદાવાદ હાઈકોર્ટમાં આજે રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં એએમસીના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર થયેલા હુમલા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે અધિકારીઓ પર હુમલાની ઘટનામાં શું કાર્યવાહી કરી છે. હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા જેમાં થોડા દિવસો પહેલા એએમસીના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર જે હુમલાની બે ઘટના બની હતી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આ અધિકારીઓને જે રીતે માર મારવામાં આવ્યો તે અયોગ્ય છે. જેના જવાબમાં કહ્યું હતું કે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે જે સ્થળે બનાવો બન્યા છે ત્યા પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવી છે જેથી આવી ઘટના બીજીવાર ન બને. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ પણ કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ૮ મનપા અને નગરપાલિકાઓમાં કરાયેલી કામગીરી મામલે એડવોકેટ જનરલ કોર્ટમાં માહિતી આપી હતી. અધિકારીઓની સુરક્ષા મામલે પોલીસને સોગંદનામુ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. બીજી બાજુ હાઇકોર્ટે કહ્યું કે જાે અધિકારીઓની ઈચ્છા શક્તિ હોય તો બધુ શક્ય છે અને બધુ થઈ શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution