14, જુલાઈ 2025
ગાંધીનગર |
1980 |
ચેલેન્જની રાજનીતિ નહીં પણ વિકાસની રાજનીતિ છે : કાંતિ અમૃતિયા
ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતું
ગુજરાતના રાજકારણમાં પુનઃ એક વખત ગરમાવો આવ્યો છે. ગાંધીનગર ખાતે ધારાસભ્ય કાંતિ અમૃતીયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. 150 થી વધુ લોકોના ટોળા સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં અગાઉ મોરબીમાં ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા ઉકેલવાને બદલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી. તેમણે ગોપાલ ઇટાલિયાને મોરબીમાં જીતે તો બે કરોડ આપું તેવી ચેલેન્જ આપીને મુદ્દાને સળગાવ્યો હતો. હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કર્યું છે. જેમાં સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા . કાંતિ અમૃતિયા 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા. ગાંધીનગર પહોંચીને ગોપાલ ઈટાલિયાની રાહ જોઇ હતી. જેમાં ગોપાલ ઈટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે. ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતું. તથા બંનેએ એમએલએ પદેથી રાજીનામું આપવા પડકાર ફેંક્યો હતો. ત્યારે ચેલેન્જ સાથે આવેલા અમૃતિયા રાજીનામુ આપ્યા વગર રવાના થયા છે. મોરેમોરાની રાજનીતિ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કાંતિ અમૃતિયાના રાજીનામા લઈને નિવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે ચેલેન્જની રાજનીતિ નહીં પણ વિકાસની રાજનીતિ છે. અમૃતિયાને સલાહ આપવાના મુદ્દે ઋષિકેશ પટેલે મૌન સેવ્યું છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે. ગુજરાતનો વિકાસ સમગ્ર દેશે જોયો છે. ઋષિકેશ પટેલ સિવિલમાં ખોડિયાર મંદિર ખસેડવા બાબતે પણ મૌન રહ્યાં હતા. તેમજ કાંતિ અમૃતિયાની ચેલેન્જને લઇને આપ નેતા પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે. તેમાં કાંતિ અમૃતિયાની ગાંધીનગર કૂચને પ્રવીણ રામે નાટક ગણાવ્યું છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ભટકાવવાનો કોન્ટ્રાક્ટ કાંતિ અમૃતિયા પાસે છે. ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે કાંતિ અમૃતિયાનું નાટક છે. ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવાની વાત જ નથી કરી હજુ શપથ જ નથી થયા તો ગોપાલના રાજીનામાની વાત જ નથી. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહાર કર્યા છે. દિનેશ ખટારિયા જણાવ્યું છે કે ગોપાલ ઈટાલિયા પહેલા તમે આપેલા વાયદાઓ પૂરા કરો. ગોપાલ ઈટાલિયા બે મોઢાળો બાંબોઈ છે. ગોપાલ ઈટાલિયાનો ભરોસો કરતા વિચારજો. મદારીની જેમ ખેલ ન કરે, કામ કરીને બતાવે. વિસાવદરની જનતાના પ્રશ્નો હલ કરવાનું કામ કરો. અન્ય મુદ્દે નિવેદન કરી મુદ્દાઓને ભટકાવશો નહીં. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત છે. કાંતિ અમૃતિયા આજે રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરાયો છે. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા પોતાના 100 સમર્થકો સાથે ગાંધીનગર આવ્યા છે. મહત્વનું છે કે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પડકાર પોલિટિક્સ ચાલી રહી છે. બે દિવસ પહેલા આમઆદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઈટાલિયા રાજીનામુ નહીં આપે. જોકે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મૂકવા તૈયાર છું. મોરબીમાં આંદોલન સમયે વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.