દિલ્હી-

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસની ઝપેટમાં મોટા રાજનેતાઓ પણ આવ્યા છે. ત્યારે વધુ એક રાજ્યના મુખ્યમંત્રી આ ઘાતક વાયરસની ઝપેટમાં આવ્યા છે. જેમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા કોરોનાથી સંક્રમિત ભાજપાના વિધાયકના પ્રાથર્મિક સંપર્કમાં આવ્યા હતા. સોમવારના રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, અને સંક્રમિત થયા છે. હાલ તેઓ તેમના સરકારી નિવાસ્થાનમાં આઈસોલેટ થયા છે. નોંધનીય છે કે ડોક્ટોરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટિ્‌વટ કરીને આ મામલે જાણકારી આપી છે. નોંધનીય છે કે તેઓ કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.