ઇસ્લામાબાદ-

ઇમરાન ખાનની રિયાસત-એ-મદીના પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના અત્યાચારો સતત ચાલુ છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 15 વર્ષીય હિન્દુ કિશોરી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સશસ્ત્ર હેવાનોએ હિંદુ યુવતીનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યા બાદ તેને રસ્તા પર ફેંકી દીધી હતી.

પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર રાહત ઓસ્ટિનના જણાવ્યા અનુસાર, યુવતીની હાલત ખૂબ જ નાજુક છે. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં 17 વર્ષીય હિન્દુ કિશોરી આત્મહત્યા કરી હતી. પરિવારના સભ્યોનું કહેવું છે કે એક વર્ષ પહેલા હિન્દુ યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ગુનેગારો તેને બ્લેકમેલ કરતા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે કિશોરી તેનાથી નિરાશ થઈને આત્મહત્યા કરી હતી. આપઘાતની આ ઘટના દલાન-જો-તારાની છે. ગામલોકોએ યુવતીની ડેડબોડી કુવામાંથી કાઢી હતી અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. યુવતીના પિતાએ કહ્યું, "ગત વર્ષે જુલાઈમાં ત્રણ શખ્સોએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને આ કેસમાં આરોપી જામીન પર બહાર છે."

યુવતીના પિતાએ જણાવ્યું હતું કે બળાત્કાર કરનારા પ્રભાવશાળી પરિવારના હતા અને તેઓ યુવતીને બ્લેકમેલ કરી ત્રાસ આપી રહ્યા હતા. ડોન ન્યૂઝના અહેવાલ મુજબ આરોપીઓએ યુવતી સાથેની હેવાનિયતનો વીડિયો બનાવ્યો હતો અને તેઓ વાયરલ થવાની ધમકી આપી રહ્યા હતા. જિલ્લાના એસએસપીએ જણાવ્યું હતું કે પ્રારંભિક મેડિકલ રિપોર્ટમાં બાળકી સાથે ગેંગરેપની પુષ્ટિ કરવામાં આવી છે.

ઇમરાન ખાનની 'રિયાસત-એ-મદીના' માં, હિન્દુ યુવતીઓ પર બળાત્કારની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી અને ગુનેગારો નિર્ભયપણે ગુંડાગીરી કરવામાં મસ્ત છે. પાકિસ્તાનમાં તાજેતરમાં જ કારમાં વિદેશી મહિલા સાથે બળાત્કારની ઘટના બાદ ઇમરાને આવા બળાત્કારીઓને ફાંસી અથવા કેમિકલ વંધ્યીકરણ સૂચવ્યું હતું.

ઇમરાન ખાને જાતીય શોષણ કરનારાઓનું રાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાનું હાકલ કરી એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે તેમને લાગે છે કે તરત જ કેમિકલ નસબંધી કરવાની જરૂર છે. જો આ કેસ ન હોય તો, ઓછામાં ઓછા બળાત્કારીઓએ શસ્ત્રક્રિયા કરાવવી જોઈએ જેથી તેઓ ભવિષ્યમાં ફરીથી જાતીય ગુના ન કરે.