કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉન બાદ ત્રીજો પરદો અર્થાક ઓટીટી વર્સીસ બીગ સ્ક્રીનનો મામલો જોર પકડી રહ્યો છે, ઓટીટી પર કેટલીક ફિલ્મો રીલીઝ પણ થઈ, આવનારા દિવસોમાં અનેક ફિલ્મો ત્રીજા પરદા પર રજુ પણ થશે. દરમ્યાન પીવીઆર પિકચર્સે જણાવ્યુ હતુ કે તે પુરી રીતે સુરક્ષિત માહોલમાં ફિલ્મો રજુ કરવા માટે તૈયાર છે. આટલુ જ નહી, પણ દર્શકોને આકર્ષવા માટે હોલીવુડની 9 જેટલી ફિલ્મો રીલીઝ કરવાની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મોમાં 'માય સ્પાય', 'ધી લાસ્ટ ફૂલ મેજર', 'ઓર્ડીનરી લવ', 'કાઉન્ટ ડાઉન', 'ધી ફેરવેલ', 'ધી વાઈલ્ડ ગુઝ ચેઝ', 'ધી પર્સનલ હિસ્ટરી ઓફ ડેવિડ કોપર ફિલ્ડ', 'ધી ટ્રુ હિસ્ટરી ઓફ કોની ગેંગ એન્ડ મિસ્ટર પેન્સ' સામેલ છે. આ બારામાં કંપનીના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર સંજીવકુમાર કહે છે અમે ફિલ્મોને થિયેટરમાં રીલીઝને સપોર્ટ કરીએ છીએ અને માનીએ છીએ કે થિયેટરની જગ્યા કોઈ નથી લઈ શકતુ. 

ઉલ્લેખનીય છે કે હોલીવુડની ફિલ્મ 'માય સ્પાય'મા ડેવ બુટિસ્ટા લીડ પાત્રમાં નજરે પડશે તો 'ધી લાસ્ટ ફૂલ મેજર' ફિલ્મ વિયેટનામ વોર હીરો પિટ્સન બર્જર પર આધારીત છે.