ગાંધીનગર,

રાજ્યના ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી નિખિલ ભટ્ટ હોમ કવોરંટાઇન થયા છે. જોકે પારિવારિક સભ્ય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સાવચેતી ના ભાગ રૂપે હોમ કોરોનટાઈંન થયા હોવાના અહેવાલ છે. વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.ત્યારે એક પછી એક ઉચ્ચ અધિકારીઓ સંક્રમિત થતા નવી ચિંતા ઉભી થઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટના પરિવારમાં કોરોના પોઝીટીવ આવતા તેઓ સેલ્ફ હોમકોરોન્ટાઇમ થઈ ગયા છે.

નોંધનીય છે કે નિખિલ ભટ્ટ તાજેતરમાં જ વય નિવૃત્ત થયા હતા. પરંતુ સરકારે તેમને 1વર્ષનું એક્સ્ટેન્શન આપ્યું છે .ત્યારે તેઓ હોમકોરોન્ટાઇમ થઈ જતા અધિકારીઓ માં ચિંતા ઉભી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રાજકીય નેતાઓ થી માંડીને સરકારના અધિકારીઓ અને તેમનો પરિવાર સંક્રમિત થવાથી બાકાત નથી રહ્યો. અગાઉ અમદાવાદ ના પૂર્વ કમિશ્નર વિજય નેહરા પણ અચાનક હોમકોરોન્ટાઇમ થઈ ગયા હતા. અને ત્યારબાદ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી પણ સેલ્ફ હોમકોરોન્ટાઇમ થયા હતા. 

ત્યારે હવે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી નિખિલ ભટ્ટના પરિવાર માં કોરોના એ દેખા દેતા તેમને પણ હોમકોરોન્ટાઇમ થવું પડ્યું છે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે નવા સચિવાલય ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મહિલા કર્મચારી નો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમની સાથે 3 અધિકારીઓ ને સેલ્ફ હોમકોરોન્ટાઇમ થવું પડ્યું છે.ત્યારે આજે ગૃહ વિભાગ માં કોરોના ના પ્રવેશથી મંત્રીઓ , સહિત તેમનો તમામ સ્ટાફ વિભાગના વડા, અધિકારીઓ, કર્મચારીઓ,સુરક્ષા કર્મચારીઓ, મુલાકાતીઓ અને પત્રકારો આ પણ દહેશત ઉભી થઇ છે.