દિલ્હી-

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના વાયરસના સંક્રમણથી પૂરી રીતે ઠીક થઈ ગયા છે. સોમવારે તેમને AIIMSથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રવિવારે જ AIIMSએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી ઠીક થઈ ચૂક્યા છે.

અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. કોરોના સંક્રમણ થયા બાદથી આઇસોલેશનમાં હતા અને સતત આ બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારબાદ ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી. ત્યાંથી ઠીક થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રઈ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 14 ઓગસ્ટે તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારપછી તેઓ ઘરે આસોલેશનમાં હતા.