ચોમાસાની સીઝન આવે એટલે સૌથી પહેલાં ભજીયા ખાવાના યાદ આવે. એમાં પણ આ સીઝનમાં મકાઈના વડા ખાવાની મજા પડી જતી હોય છે. મકાઈના ક્રિસ્પી અને ટેસ્ટી વડા ઘરે એકદમ સહેલાઈથી બનાવી શકાય છે. જેથી આજે અમે તમને ફટાફટ બની જાય એવા જોરદાર મકાઈના વડાની રેસિપી જણાવવાના છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

સામગ્રી:

3 કપ કોર્ન (મકાઈના દાણા),1 કપ ચણાનો લોટ,2 ચમચી ખાંડ,અડધો કપ ખાટું દહીં,અડધો કપ સમારેલી કોથમીર,મીઠું સ્વાદ પ્રમાણે,1 ચમચી લસણ અને મરચાની પેસ્ટ,1 ચમચી આદુની પેસ્ટ,4 ચમચી છીણેણું નારિયેળ,તેલ વડા તળવા માટે.

રીત:

સૌથી પહેલાં 3 કપ મકાઈના દાણા કાચાં જ મિક્સરમાં અધકચરા વાટી લેવા. પછી તેને એક બાઉલમાં કાઢી લેવા. હવે તેમાં ચણાનો લોટ, દહીં, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, મીઠું, ખાંડ, ચપટી હળદર, નારિયેળની છીણ, કોથમીર નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. જરૂર લાગે તો 3-4 ચમચી ચોખાનો લોટ ઉમેરી શકાય છે. સહેજ ઢીલું લાગે તો જ મિક્સ કરવો. હવે ખીરું તૈયાર છે. તેલ ગરમ મૂકીને તેમાં મીડિયમ ગેસ પર તળવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. તૈયાર છે તમારા ક્રિસ્પી અને ટેસ્ટી મકાઈના વડા.