05, સપ્ટેમ્બર 2020
આણંદ
: હાલમાં ચાલી રહેલ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ) આણંદના ચેરમને પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી એ.એમ પાટડિયાએ જિલ્લા ન્યાયાલય આણંદ ખાતે શ્રૃતિ ફાઉન્ડેશનના સહયોગથી હોમિયોપેથીક દવાનું જિલ્લા ન્યાયાલયમાં ફરજ બજાવતા જજિસ, કોર્ટ સ્ટાફ, વકીલો અને પક્ષકારોને વિતરણ કરવામાં આવ્યું હતું.