જામનગર શહેરની જીજી સરકારી હોસ્પિટલ દર્દીઓથી હાઉસ ફુલ
21, સપ્ટેમ્બર 2021

જામનગર

 જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને જુદી જુદી ઋતુજન્ય બીમારીને લઇને જી.જી.હોસ્પિટલ ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓથી ઊભરાઈ રહી છે. ક્યાંકને ક્યાંક આરોગ્ય વિભાગ ઋતુજન્ય રોગચાળો ડામવામાં નિષ્ફળ સાબિત થતું જાેવા મળી રહ્યું છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ખાતે હાલ હોસ્પીટલ હાઉસફુલ હોય તે પ્રકારનો માહોલ દિવસેને દિવસે જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને ઋતુજન્ય બીમારી અને વરસાદી વાતાવરણના પગલે અલગ-અલગ બીમારીઓ બેકાબૂ બની છે.જીજી હોસ્પિટલ ખાતે શરદી તાવ ઉધરસ અને વાયરલ બીમારી તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતની બીમારીના દરરોજ સાડા ૪૫૦ થી ૫૦૦ જેટલા દર્દીઓ ઓપીડી માટે આવી રહ્યા છે.૪૦ થી ૫૦ જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. ૨૫૦ થી ૩૦૦ જેટલા બાળકોની પણ ઋતુજન્ય રોગચાળાને લઈને ઓપીડી કરવામાં આવી રહી છે. જેમાં સરેરાશ ૫૦ થી ૬૦ જેટલા બાળકોને દરરોજ દાખલ કરવામાં આવી રહ્યા છે. એક રીતે કહી શકાય કે ઋતુજન્ય બીમારીને લઇને જામનગરની જી.જી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાતી નજરે પડી રહી છે.આવા સમયે આરોગ્ય વિભાગ ઋતુજન્ય રોગચાળો વધતો અટકાવવામાં નિષ્ફળ સાબિત થતું જાેવા મળી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution