31, જાન્યુઆરી 2021
આણંદ : સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં યુવા કાર્યકરોને તક મળે તેવાં આશયથી પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા ઉમેદવાર મુદ્દે પંચાવનની વયમર્યાદા નક્કી કરવામાં આવતાં કેટલાંય નેતાઓના પતા આપોઆપ કપાઇ જશે, જેનાં કારણે આણંદ પાલિકા જંગમાં પોતાના મોભ જળવાઇ રહે તેવાં તખતાં પણ ગોઠવાઈ રહ્યાં છે. પરિવારમાંથી ટિકિટ મળે તેવાં રાજકીય ખેલ શરૂ થઈ ગયાં છે. ત્યારે એકબાજુ વિપક્ષ પર પરિવારવાદના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે અને બીજી બાજુ ભાજપમાં પરિવારવાદના ખેલ રચાઈ રહ્યાં હોવાતી આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.