ઘરે બેઠા કેવી રીતે મેળવી શકો છો ડ્રાઈવિંગ લાઇસન્સ, આ 10 પોઈન્ટ્સમાં સમજો સમગ્ર પ્રક્રિયા
13, સપ્ટેમ્બર 2021 99   |  

દિલ્હી-

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે લાંબી લાઈનમાં ઉભા રહી સમય બરબાદ કરવાની જરૂરત નથી. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે દિલ્હીવાસીઓ માટે ફેસલેસ સર્વિસેઝ આપી રહી છે. એમાં લોકો ઘરે બેઠા લર્નર લાઇસન્સ માટે એપ્લાય કરી શકે છે.

દિલ્હી સરકારે ગયા મહિને જ ફેસલેસ પાસપોર્ટ સર્વિસ લોન્ચ કરી છે. આ પહેલ હેઠળ 33 ટ્રાન્સપોર્ટ સેવાઓ, જેમાં ઓનલાઇન લર્નર લાઇસન્સ ટેસ્ટ, વેહિકલ રજીસ્ટ્રેશન, પરમીટ વગેરે સહીત કુલ 33 સેવાઓને ઓનલાઇન અને ફેસલેસ કરી દીધા છે. અમે તમને જણાવીએ છે કે જો તમે પણ દિલ્હીમાં રહેતા છે તો ડિપાર્ટમનેટની ફેસલેસ સેવાઓનો લાભ કેવી રીતે લઇ શકે છે. અમે તમને જણાવીએ છે કે હજુ પણ દિલ્હીમાં રહેતા છે તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ફેસલેસ સેવાઓની ફાયદો ઉઠાવી શકીએ છે.

પરિવહન વિભાગની ફેસલેસ સેવા હેઠળ, તમે ઘરે બેઠા ઓનલાઇન લર્નર લાયસન્સ ટેસ્ટ માટે અરજી કરી શકો છો. આ માટે તમારે RTO જવાની જરૂર નથી.કોઈપણ વ્યક્તિ જેની પાસે આધાર કાર્ડ છે તે આ સેવાઓનો લાભ લઈ શકે છે. તમે વન ટાઇમ પાસવર્ડ દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકો છો. આધાર પ્રમાણીકરણ દ્વારા દસ્તાવેજો અને ઈ-સાઈન ચકાસી શકાય છે. ફિચર મેપિંગ સાથે AI આધારિત ફેસ રેકગ્નિશન ટેકનોલોજી દ્વારા એક નાગરિક ઘરે પોતાનું લર્નર લાઇસન્સ લઇ શકે છે.જેમની પાસે આધાર કાર્ડ નથી તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકે છે, પરંતુ તેમને દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. કોઈપણ જે ફેસલેસ સેવાઓ ઇચ્છે છે તે transport.delhi.gov.in પર જઈને અરજી કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી મેળવી શકે છે. આ માટેની ફી ઓનલાઈન પણ ભરી શકાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution