હૃતિક રોશન-પ્રભાસ એકસાથે આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે!
07, જુલાઈ 2020

હૃતિક રોશન અને પ્રભાસની જોડી રૂપેરી પડદે સાથે દેખાવાની છે. મળેલા રિપોર્ટના અનુસાર આ ફિલ્મ એકશનથી ભરપુર હશે અને ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ઓમ રાઉતની હશે. કહેવાય છે કે, આ મેગા બજેટ ફિલ્મ માટે પ્રભાસે કામ કરવાની તૈયારી દર્શાવી દીધી છે.

નિર્માતા-દિગ્દર્શક જલદી જ આ ફિલ્મની ઘોષણા કરે તેવી શક્યતા છે. પ્રભાસે ફિલ્મ બાહુબલીથી ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે તેમજ હૃતિક તો બોલીવૂડનો એકશન સ્ટાર ગણાય છે. આ એક બિગ બજેટ ફિલ્મ હશે એટલું જ નહીંઆ ફિલ્મ રૂપિયા ૩૦૦ કરોડનું કલેકશન આસાનીથી કરી આપશે તેવી પણ નિર્માતાને આશા છે. દિગ્દર્શક ઓમ રાઉત એકશન ફિલ્મ બનાવામાં નિપુણ છે.

તેમની ડાયરેકટ કરેલી ફિલ્મ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી અને સારું કલેકશન પણ કર્યું હતું. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution