ગોધરા : ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કર્યા પછી પણ પંચમહાલ જિલ્લાના મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક વિશાળ બાઈક રેલીથી પ્રચાર કરતું હોવાનું સામે આવ્યું છે. કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલીથી ચારેબાજુ હોબાળો મચ્યો છે. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા ડ્ઢત્નના તાલે બાઈક રેલી કરીને પ્રચાર પ્રસાર કરતું હોવાનું સામે આવ્યું છે. અહીં ભાજપ કાર્યકરો રીતસર બાઈક પર રીતસર માસ્ક વગર નજરે પડ્યા છે. મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે.

 પંચમહાલ જિલ્લાના મોરવાહડફ પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે ભાજપ દ્વારા મત વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે. ભાજપની બાઇક રેલીમાં અમુક કાર્યકરો માસ્ક નહી પહેરેલ નજરે પડ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી, જે શું સૂચવે છે? શું નેતાઓને કોરોના ગાઈડલાઈનના નિયમો પાળવાનો નથી હોતા? શું કોરોનાના નિયમો જનતા માટે જ બનાવવામાં આવી રહ્યા છે. અહીં ભાજપે બાઈક રેલી કાઢીને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં મંગળવારે ૪૦ કેસ નોંધાયા છે. તો નેતાઓ અહીં લોકોના જીવન સાથે રમી રહ્યા છે. કોરોનાકાળમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો બાઈક રેલી યોજીને જિલ્લાના લોકો સાથે ખિલવાડ કરી રહ્યા છે. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે આજે ડીજેના તાલે ભાજપની બાઈક રેલીએ લોકોને વિચારતા મૂકી દીધા છે. આજે ગુજરાતમાં માણસ પોતાની જિંદગી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓને જાણે કોઈ ડર જ ના હોય તેમ રેલીઓ કરી રહ્યા છે. નેતાઓને કોરોનાની નહીં, પણ ચૂંટણીની પડી છે.

દંડ વસૂલતી પોલીસ પણ પૂંછડી દબાવી બેસી ગઈ

ભાજપ ધ્વારા ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી તેમ છતાં  મોરવા પોલીસ ધ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી જેને લઈ પંચમહાલ પોલીસ ની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય રીતે જયારે કોઈ વ્યક્તિએ માસ્ક ન પહેરીયુ હોય તો રૂ.૧૦૦૦ નો દંડ વસુલવામાં આવતો હોય છે ત્યારે સવાલ એ થાય કે કેમ પોલીસ ધ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જયારે આ મામલે મોરવા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ નો સંપર્ક કરવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન રીસીવ ન કરવાની સાથે ઉપાડવાનું ટાળ્યું હતું જાે પંચમહાલ પોલીસ આ કોરોના જેવી ગંભીર મહામારી માં ભાજપ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી ન કરી શકતી હોય તો સ્વાભાવિક પણે સામાન્ય વ્યક્તિ સામે પણ ના જ થવી જાેઈએ અને હવે પબ્લિકે પણ ગભરાવાની જરૂર નથી તેવી ચર્ચાએ ભારે જાેર પકડયું હતું