ધ્રાંગધ્રાના નિમકનગર ગામે મકાનમાંથી ગેરકાયદે બાયો ડીઝલનો જંગી જથ્થો મળ્યો
25, માર્ચ 2022

ધ્રાંગધ્રા,  ધ્રાંગધ્રા તાલુકાનાં નિમકનગર ગામે ગેરકાયદેસર શંકાસ્પદ બાયો ડીઝલનો જંગી જથ્થો તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેણાંક મકાનમાં શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ મીઠાપરા, ભરતસિંહ પઢીયાર, ભુપતભાઇ દેથલીયા સહિતનો સ્ટાફ મોડી રાત્રી દરમિયાન નિમકનગર ગામે રહેતા મુશ્તાકભાઇ મહમદભાઇ સોલંકીને રહેણાંક મકાને દરોડો કરતા મકાનની બહાર ફળીયામા ૯૪૦૦ લીટર શંકાસ્પદ બાયો ડીઝલ કિમત રુપિયા ૪.૪૪ લાખનો મળી આવ્યો હતો આ તરફ તાલુકા પોલીસને તમામ શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી મુસ્તાક સોલંકી વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતુ હોય છે. પરંતુ પોલીસ દ્વારા રેડ કરીને ઝડપી પાડવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution