મુંબઈ

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એચયુએલનો નફો ૪૪.૮% વધીને ૨૧૯૦ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એચયુએલનો નફો ૧૫૧૨ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એચયુએલની આવક ૩૫% વધીને ૧૨૪૩૩ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એચયુએલની આવક ૯૨૧૧ કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચયુએલના એબિટડા ૨૧૦૦ કરોડ રૂપિયાથી વધીને ૩૦૪૩ કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચયુએલના એબિટડા માર્જિન ૨૨.૮% થી વધીને ૨૪.૫% રહ્યા છે. એચયુએલના બોર્ડે ૧૭ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીની અન્ય આવક ૨૬૬ કરોડ રૂપિયાના મુકાબલે ૧૦૯ કરોડ રૂપિયા પર રહી છે.