“હમ રાજી તો સબ રાજી”વાહ..હોસ્પિટલમાં રેમોએ કર્યો ડાન્સ,જુઓ વિડીયો
15, ડિસેમ્બર 2020

મુંબઇ 

બોલિવૂડના લોકપ્રિય કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડીસોઝાને તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાકીદે હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. સમગ્ર દેશમાં તેના ફેન્સ રેમોની તબિયત સુધરી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. રેમો ડીસોઝાની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં હોસ્પિટલમાં તેમની તબિયત સુધારા પર છે. આ દરમિયાન તેમની પત્ની લિઝેલ ડીસોઝાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જે જોઇને ફેન્સ દંગ રહી જશે અને સાથે સાથે તેમના ચહેરા પર સ્માઇલ પણ આવી જશે.

રેમો ડીસોઝા બીમાર પડ્યા ત્યારથી તેમની પત્ની લિઝેલ તેમની તબિયત અંગે સતત માહિતી આપી રહી છે. તે જ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહે છે. હવે લિઝેલે એવા ખુશખબર આપ્યા છે જે જોઇને એમ કહી શકાય કે રેમોની તબિયત ઘણી સારી હશે. '


સાથે લિઝેલે કેપ્શનમાં લખ્યું છે કે પગથી નાચવું એક વાત છે અને દિલથી નાચવું બીજી વાત છે. તમારા તમામના સમર્થન અને આશીર્વાદ માટે આભાર. રેમોનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડની હસ્તીઓ પણ તેમાં રિએક્શન આપી રહ્યા છે અને તેમાં વરુણ ધવન પણ બાકાત નથી જે હાલમાં કોરોનાને કારણે આઇસોલેશનમાં છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution