ગુજરાતને ધમરોળતુ તાઉ તે વાવાઝોડું, 2500 ગામોમાં અંધારપટઃ 150થી વધુ રોડ-રસ્તાઓ બંધ
18, મે 2021

અમદાવાદ-

કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તાઉ-તે વાવાઝોડું સોમવારે મોડી રાત્રે દીવ નજીક ત્રાટક્યું હતું. તાઉ-તે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોતના નિપજ્યા હતા. ગુજરાતમાં ચક્રવાત તાઉ-તેએ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું છે, જેથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યમાં 2500 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાતા અંધારપટ થવાયો છે. 40 હજારથી વધુ વૃક્ષો ઘરાશાયી બન્યા છે. 1081 વીજ થાંભલા પડી ગયા છે. 196 રોડ-રસ્તાઓ બંધ છે.વાવાઝોડાની સ્પીડ 100 કિમીની છે. તેમજ અમદાવાદ જિલ્લા અને ધોળકામાં તેની અસર દેખાઈ રહી છે. સાથે જ સાંજ સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ ચાલુ રહેશે. જોકે તંત્રની તકેદારીના કારણે કોઈપણ મોટી દુર્ઘટના થઈ નથી. 

અત્યાર સુધીમાં 1081 થાંબલા, 40 હજાર વૃક્ષો પડી ગયા. 196 રસ્તા બંધ થઈ ગયા, 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે, જેનો સર્વે ચાલુ છે. બીજા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે પવન ચાલુ છે ત્યાં પણ નુકસાનનો સર્વે ચાલુ છે. અત્યારે વરસાદ 35 તાલુકામાં 1 ઈંચ વરસાદ થયો છે. બગસરામાં 9 ઈંચ, ઉનામાં 8 ઈંચ, સાવરકુંડલામાં 8 ઈંચ, અમરેલી અને આસપાસના સ્થાનોમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. કન્ટ્રોલરૂમથી તમાનની સાથે સંપર્કમાં છીએ. અત્યાર સુધી 3નાં મોત થા છે. જેમાં 1 વાપી, 1 રાજકોટ અને ગારીયાધારમાં 80 વર્ષના 1 વૃદ્ધનું મોત થયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution