હૈદરાબાદ-

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીના પરિણામ આજે આવી રહ્યાં છે જેને લઇને મતગણતરી ચાલુ છે. ઔવેસી પોતાનો ગઢ બચાવી શકશે કે ભાજપ તેમા ગાબડુ પાડશે તેના પર બધાની નજર છે. ત્યારે પ્રાથમિક વલણ સામે આવી રહ્યાં છે. જેમાં ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે જ્યારે TRS-AIMIM તેની કરતા પાછળ છે. ગ્રેટર હેદરાબાદ નગર નિગમની ચૂંટણીની મતગણના શરૂ થઇ ગઇ છે. ત્યારે પ્રારંભિક વલણ મુજબ અત્યાર સુધીમાં 54 બેઠકોમાં 31માં ભાજપ આગળ છે, જ્યારે 17 બેઠક પર ટીઆરએસ અને 6 બેઠક પર AIMIM આગળ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહ સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યા પછી પણ મતદાનની ટકાવારીમાં કોઇ મોટો ઉલટફેર થયો નહી. આ વખતે પણ 46.55 ટકા મતદાન થયું. 2009ના હેદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં 42.04 ટકા જ્યારે 2016માં થયેલ નગર નિગમ ચૂંટણીમાં 45.29 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું. જો કે છેલ્લા 2 ચૂંટણી કરતા આ વખતે વધારે મતદાન થયું છે.