વડોદરા

બગલામુખી મંદિરના બની બેઠેલા ગુરૂ પાખંડી પ્રશાંતના ઇશારે યુવતીઓને ભોળવતી સાથી સેવિકા દિશા ઉર્ફે જાેનને ગોત્રી પોલીસે આજે અદાલતમાં રજુ કરતાં બે દિવસના રીમાંડ મંજુર કરાયા છે. ગુરૂવારે ફરી એને અદાલત સમક્ષ રજુ કરવામાં આવશે.

ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી દુષ્કર્મની બીજી ફરિયાદમાં સ્પષ્ટ પણે નોંધાવવામાં આવ્યું છે કે, પાખંડી પ્રશાંત બગલામુખી મંદિરમાં સંત્સગ અને યજ્ઞહવન ઉપરાંત તાંત્રીક વીધી માટે આવતા ભક્તો ઉપર ધ્યાન રાખતો હતો અને એમના પરીવારની મહિલાઓ દિકરીઓ ઉપર ખરાબ દાનત રાખી પોતાની ખાસ સેવિકાઓના માધ્યમથી ભોળવી એમને સેક્સ કરવા માટે મજબુર કરતો હતો.

બળાત્કારની ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પ્રશાંત દ્વારા આવી સેવિકાઓની એક આખી ટોળકી તૈયાર કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ભુમિકા દિશા ઉર્ફે જાેનની હતી. પાખંડી પ્રશાંતની નજર જે સત્સંગી મહિલા કે યુવતી ઉપર બગડતી એને બેડરૂમ સુધી લઇ જવા માટે દિશા ઉર્ફે જાેન નામની સેવિકા પ્રલોભન આપી બોળવતી હતી અને ના માને તો ધમકાવતી પણ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ૮ મહિના ઉપરાંતના સમયથી જેલમાં રહેલા પ્રશાંતે તાજેતરમાં જ હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી મુકી હતી. જેમાં ગોત્રી પોલીસે પ્રશાંત સામે બીજી એક બળાત્કારની ફરિયાદ થઇ હોવાનું અદાલતને જણાવતાં સુનવણી મુલત્વી રાખી હતી. બીજી તરફ ગોત્રી પોલીસ અન્ય સાધીકાઓને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.