વડોદરા, તા. ૨૯

ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.વી.આર સિનેમા, નિલામ્બર સર્કલ પહોચ્યાં હતા ત્યારે સિનેમાંની અંદરના ભાગે કેટલાક લોકો ઝઘડો કરતા હતા. ત્યાં હાજર વિરાજ પટેલનાઓએ પોલીસ સ્ટાફને જણાવેલ કે હું સી.એમ.ઓ ઓફિસનો માણસ છું અને હું તથા ફરહાના ઉર્ફે માહીખાન ઇઝહાર શેખના ફિલ્મ જાેવા માટે આવેલ હતા તે સમયે મારી સાથે પ્રદિપ નાયર ઝઘડો કરે છે. તેના આધારે વિરાજ પટેલ તથા પ્રદિપ નાયર તથા ફરહાના શેખને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેઓ ગાંધીનગર ગિફટ સીટીમાં પ્રેસીડેન્ટ છે અને અમારી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકાર દ્વારા આ અમારી સાથેના ફરહાના ઉર્ફે માહીખા નાઓની નિમણુંક બ્રાંડ એમ્બેસેડર તરીકે થયેલ છે. તેઓને ઉર્વશી સોલંકી તરફથી તેમજ તેના માણસો જક્ષય શાહ તથા અન્ય લોકો દ્વારા વારંવાર ગિફ્ટ સિટીમાં બ્રાંડ એમ્બેસેડરમાંથી નિકળી જવા ધમકી મળતી હોય જેથી અમો સેફ્ટી માટે વડોદરા ખાતે એક ખાનગી હોટલમાં રોકાયેલ હતા તેમ જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેનું આધારકાર્ડ માંગતા જે આધારકાર્ડમાં તે ગાંધીનગર ખાતે રહેતા વિરાજ અશ્વિનભાઇ હતું. તેની પાસેથી પાનકાર્ડની નકલ જાેતા જેમા વિરાજ અશ્વીનભાઇ શાહ નામ હતું જે બાબતે તેને પુછતા તેને શાહ અટકનં ખોટુ પાનકાર્ડ બનાવેલ હતું. આ સમગ્ર બાબતની જાણ ગોત્રી પોલીસ દ્વારા પોલીસના ઉચ્ચઅધિકારીને જાણ કરતા તેમના દ્વારા સી.એમ.ઓ ઓફિસમાં આ બાબતે ખરાઇ કરવા તપાસ કરતા સી.એમ.ઓ ઓફિસનો માણસ નહી હોવાનું જણાઇ આવ્યું હતું. સી.એમ.ઓ ઓફિસનો માણસ નહી હોવા છતાય તેનું ખોટુ નામ ધારણ કરીને હોદ્દાનો દુર ઉપયોગ કરનાર ગાંધીનગર ખાતે રહેતા વિરાજ અશ્વિનભાઇ પેટલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.