ન્યુ દિલ્હી, તા.૭

તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામાએ પોતાના અનુયાયીઓને જણાવ્યું છે કે, તેઓ હાલ સાજા છે અને તેઓ હજુ ૨૦ વર્ષથી વધારે સમય સુધી જીવીત રહેવાના છે. ૮૪ વર્ષના દલાઈ લામાએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, હું આશા રાખા છું કે આગામી ૨૦ વર્ષો સુધી હું અહિંયા ભાગ લેતો રહીશ. હું દક્ષિણ ભારતના મઠોના લોકોને અપીલ કરું છું તેઓ એક વાર્ષિક આયોજન બનાવે. 

દલાઈ લામાએ સલાહ આપી છે કે ‘બોધિચિત્ત’ સમારોહની ઉજવણી તિબ્બતી મઠોમાં એક વાર્ષિક કાર્યક્રમ તરીકે કરવામાં આવે. દલાઈ લામાએ શુક્રવારે તેમના નિવાસસ્થાન પર મનની સાધના માટે એક વર્ચુયલ સમારોહની આગેવાની કરી હતી. તેમણે જણાવ્યું છું કે, શૂન્યતાની બુદ્ધની શિક્ષાઓની ધ્વનીની સમજથી ઉત્પન્ન થનારા એક કરુણામય આચરણથી જ આપણે આપણી સાથે બીજાનું પણ ભલું કરી શકીએ છીએ. પોતાના કરતા પણ બીજાનું વિચારવું જાઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે પોતાની જાત પર વધારે ધ્યાન આપીએ છીએ પરંતુ આપણે જરૂરિયાત મુજબ જ ધ્યાન આપવું જાઈએ, નાણાં અને શÂક્તથી તો તમે આકર્ષિત થઈ શકો છો પરંતુ એક પરોપકારી વલણ રાખવું વધારે પ્રભાવી છે.