વર્ષ 2021-22 માટે 69,000 કરોડ રૂપિયાના બજેટનો પ્રસ્તાવ રાખી રહ્યો છું: મનીષ સિસોદિયા
09, માર્ચ 2021

દિલ્હી-

રાજધાની દિલ્હીની શાળાઓમાં હવેથી દેશભક્તિનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે અને દેશભક્તિનો એક વર્ગ દરરોજ કરવામાં આવશે. નાણામંત્રી મનીષ સિસોદીયાએ દિલ્હીનું ઇ-બજેટ રજૂ કરતી વખતે આ વાતની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, યુથ ફોર એજ્યુકેશન કાર્યક્રમ શરૂ થશે આની સાથે જ દિલ્હીમાં સૈનિક શાળાઓ ખોલવામાં આવશે. તેમજ દિલ્હીમાં મફત કોરોના રસી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી. મનીષ સિસોદિયાએ કહ્યું કે, 'હું 2021-22 માટે 69000 કરોડ રૂપિયાના બજેટનો પ્રસ્તાવ રાખી રહ્યો છું. આ 2014-15માં 30940 કરોડ રૂપિયાના બજેટ કરતા બમણા છે. દિલ્હી સરકાર દીઠ ખર્ચ 2015-16માં રૂ. 19,218 થી વધીને આ વર્ષે 33,173 રૂપિયા થવાની ધારણા છે' સિસોદિયાએ કહ્યું કે, આઝાદીના 75મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના આખા આકાશને તિરંગોથી ભરાશે, આખી દિલ્હીમાં 500 જગ્યાઓ પર, સીપીની તર્જ પર મોટો તિરંગો લગાવશે. આ માટે 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભગતસિંહના જીવન પરના કાર્યક્રમ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે બાબા સાહેબ આંબેડકર પરના કાર્યક્રમ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution