પ્રિયંકા ચોપરાએ કહ્યું,મારા રંગને કારણે પરિવારના લોકો જ મને ચીડવતા હતા
10, જુન 2020

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ વિદેશમાં દેશનું નામ ખૂબ ઉંચુ કર્યું છે. અભિનેત્રીએ પોતાના દમદાર અભિનય અને જુસ્સાથી હોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના નિડર અંદાજ માટે પણ જાણીતી છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રિયંકા ચોપડા ઘણી વખત પોતાની સ્ટ્રગલ વિશે ઇન્ટરવ્યુમાં ખુલીને બોલી ચૂકી છે. અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તેને તેના રંગ વિશે લોકો પાસેથી ઘણું સાંભળવું પડ્‌યું હતું અને લોકો તેને ચીડવતા હતા.

ત્યારે, એક મીડિયા અહેવાલ મુજબ, અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એક જૂના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેના બધા કઝીન તેને કાલી, કાલી કહીને ચીડવતા હતા. પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, “મારા બધા પિતરાઈ ભાઈઓ ગોરા હતા. હું એકલી હતી જેનો રંગ ઘઉંવર્ણો હતો કારણ કે મારા પપ્પાનો રંગ ઘઉંવર્ણો હતો. મનોરંજન માટે મારા પંજાબી પરિવાર મને કાલી, કાલી, કાલી કહેતા હતા. ૧૩ વર્ષ હું ગોરા થવા માટેની ક્રીમ લગાવીને મારો રંગ બદલવા માંગતી હતી.” 

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે તે જાણતી હતી કે તે સુંદર છે અને ફેરનેસ ક્રીમની જાહેરાત નહીં કરે. પ્રિયંકા ચોપડાએ કહ્યું, “મેં એક વર્ષ માટે ફેરનેસ ક્રીમની જાહેરાત કરી હતી, પરંતુ તે પછી મેં વિચાર્યું કે હું સુંદર છું. મારે તે ન કરવું જોઈએ, હું આમ કરવા નહોતી માંગતી અને તે પછી મેં તે ક્યારેય કર્યું નહીં.” 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution