બનાસકાંઠા જિલ્લાના નાગરિકોનો સહકાર મને યાદ રહેશે : સાગલે
10, સપ્ટેમ્બર 2020

વડગામ : બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેની અમદાવાદ કલેકટર તરીકે બદલી થતાં જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ મીટ યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારી સેવા કરી લોકોના દિલ જીતનારા કલેકટર સંદીપ સાગલેને પત્રકારોએ ફૂલહાર પહેરાવી, પુષ્પાગુચ્છ અર્પણ કરી નવી જવાબદારીઓ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદાય લઇ રહેલા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, મા અંબાની કૃપા હશે એટલે જ બનાસકાંઠા જિલ્લામાં સેવા કરવાનો અવસર પ્રાપ્તી થયો હશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના નાગરિકો અને મિડીયા ટીમે આપેલો સહયોગ અને સહકાર મને કાયમ યાદ રહેશે. આ જિલ્લાના મિડીયાના મિત્રોએ જરૂર પડ્યે પોઝીટીવ રીતે ટીકા કરીને, મારું ધ્યાન દોરીને કામ કરવાની નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, મિડીયાના માધ્યમથી પણ ઘણી બાબતો તંત્ર સામે આવતી હોય છે અને તેનો હકારાત્મક ઉકેલ આવતા ખુબ સારા પરિણામો મળ્યાં છે. તેમણે કહ્યું કે હું મહારાષ્ટ્ર નો હોવા છતાં સરકારી સેવા દરમ્યાન આ જિલ્લા સાથે મારો એવો નાતો બંધાયો છે તેને ભૂલી શકુ તેમ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution