સુરત, સુરત શહેરના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિનુ મોરડિયાએ કહ્યું કે, હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, જેમણે આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા ન જાઓ. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભાગવીને તોડાવી નાખવાના છે. વિનુ મોરડીયાને લઈને આમ પણ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જાેવા મળી રહ્યો છે.

પ્રચાર દરમિયાન ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું હતું કે, જે લોકો આડા ચાલી રહ્યા છે તેઓ અલગ અલગ જગ્યા કાર્યાલયો ખોલવાની ખુજલી આવી છે. એવા તમામને હું જાહેર મંચ પરથી કહું છું કે, દોડાવી દોડાવીને તોડી નાખવાનાએ પ્રકારનો ધમકીભર્યો સુર જાહેર મંચ પરથી તેમણે વ્યક્ત કર્યો હતો. વિનુ મોરડિયાનો અહંકાર એટલો ચરમસીમાએ પહોંચ્યો કે તેમણે સ્પષ્ટ કર્યું કે, હવે કોઈને મનાવવાના નથી. એ દિવસો પૂરા થઈ ગયા કે કોઈ પક્ષમાંથી રિસાઈ જાય અને તેને મનાવવા માટે આપણે કામે લાગી જઇએ. થોડા દિવસ પહેલા વિનુ મોરડિયાને એક સ્થાનિકે સામાન્ય પ્રજા માસ્ક વગર દેખાય છે તેની પાસેથી હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે.