વોશ્ગિંટન-

ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાૅ બાઇડને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ જાે કોરોના મહામારી કાબુમા નહીં આવે તો, તેઓ સ્વાસ્થ્ય સલાહકારોની સલાહ માનશે અને જરૂરિયાત પડી તો અમેરિકાની અર્થવ્યવસ્થાને બંધ કરી દેશે કારણ કે તેમના માટે લોકોની જિંદગી તેની પહેલી પ્રાથમિકતા છે. એક ઇન્ટરવ્યુમા તેમણે કહ્યું કે, હું એ દરેક પગલા લેવા તૈયાર છું. જેનાથી લોકોની જિંદગી બચી શકે. કોરોના વાઇરસને કાબુમા કરવા માટે દેશને બંધ કરવો પડે તો અમે આ પગલા પણ લઇશુ. 

અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જાૅ બાઇડેને હોલના સમયમા ઉપરાષ્ટ્રપતિના પદ માટે કમલ હેરિસની સાથે પહેલી વાર ઇન્ટરવ્યુમા આ વાત કહી છે. બંન્ને નેતાઓએ છેલ્લા અઠવાડિયામા અધિકારીઓના રૂપે ડેમોક્રેટિક પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટે નામાંકન સ્વીકાર્યુ છે. જ્યારે રિપબ્લિક પાર્ટીના એક ભવ્ય કાર્યક્રમમા ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેંસના નામ પર મોહર લગાવવાની વાત ચાલી રહી છે.

જાૅ બાઇડેનએ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના નિવેદન પર વળતો જવાબ આપ્યો, તેમણે કહ્યું કે, હું ફરીથી રાષ્ટ્રપતિ બનીશ. જાે ચુંટણીમા કોઇ ગડબડ ના થઇ તો, તેમણે આશંકા વ્યક્ત કરી કે ચુંટણી હારી ગયા બાદ પણ ટ્રમ્પ વ્હાઉટ હાઉસ સરળતાથી ખાલી નહીં કરે.ડેમોક્રેટિક પાર્ટીની તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ પર પહેલી વાર અશ્વેત મહિલા ઉમ્મેદવાર બનેલી કમલ હેરિસએ કહ્ય્š કે, તેઓ અને જાે બાઇડેન બન્ને સિસ્ટમ બદલવા માગે છે અને કોઇ પણ રીતના ભેદભાવને પૂર્ણ કરવા માગે છે.