દિલ્હી-

કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં નાઈટ કફ્ર્યૂ પહેલેથી જ લાગુ છે. અને હવે કેજરીવાલ સરકારની નવી જાહેરાત બાદ વીકેન્ડ કફ્ર્યૂ પણ લાગુ કરાયો છે. શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલો કફ્ર્યૂ સોમવારે સવારે ૬ વાગ્યા સુધી યથાવત્‌ રહેશે. આજે પહેલા વીકેન્ડ કફ્ર્યૂનો પહેલો દિવસ છે. વીકેન્ડ કફ્ર્યૂ આગામી દિવસોમાં આ રીતે જ ચાલુ રહેશે, જ્યાં સુધી કોઈ નવા આદેશ જાહેર ન થાય.

તો બીજી બાજુ, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક રિવ્યૂ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે નોડલમંત્રી મનીષ સિસોદિયા, હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ અધિકારી સામેલ થશે. ત્યારે આ બેઠક બાદ દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે એવી ચર્ચાએ જાેર પકડ્યું છે.

દિલ્હીના ઝ્રસ્ની રિવ્યૂ મીટિંગમાં રાજધાનીમાં સંપૂર્ણ લોકડાઉનને લઈને ચર્ચા થઈ શકે છે. એવી શક્યતા છે કે જાે વીકેન્ડ કફ્ર્યૂથી કોરોનાના કેસમાં કોઈ ઘટાડો નહીં થાય તો દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવી શકે છે. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે વાત મુખ્ય રીતે જણાવી હતી કે લોકડાઉન કોઈ સમાધાન નથી તેમજ જાે મામલો રોકાતો નથી તો લોકડાઉન પર વિચાર કરવામાં આવી શકે છે. જે રીતે દિલ્હીમાં એકાએક આટલી ઝડપથી કેસ વધી રહ્યા છે એ દૃષ્ટિએ લાગી રહ્યું છે કે દિલ્હી સરકાર બીજા ઓપ્શન પર વિચારવામાં વધુ સમય નહીં લગાડે.

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૪૮૬ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧૪૧ લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. બેકાબૂ થઈ ગયેલા કોરોનાએ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. તો નાગરિકોમાં પણ જાેરદાર ડર જાેવા મળી રહ્યો છે. વીકેન્ડ લોકડાઉન પહેલાં જ દિલ્હી પોલીસના જવાનો રસ્તાઓ પર તહેનાત જાેવા મળી રહ્યા હતા અને ૧૦ વાગતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. દિલ્હીમાં શુક્રવારે રાતથી વીકેન્ડ કફ્ર્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે "કોરોનાને પગલે આજે અને આવતીકાલે દિલ્હીમાં કફ્ર્યૂ છે. મહેરબાની કરીને એનું પાન કરો. આપણે બધાએ મળીને કોરોનાને હરાવવાનો છે."